વિભૂતિયોગ
અથ દશમોઽધ્યાયઃ
શ્લોક 4 અને 5
બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ |
સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ||૧૦-૪||
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ |
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ||૧૦-૫||
અનુવાદ
મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.
શ્લોક 9
મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ |
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ||૧૦-૯||
અનુવાદ
તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને, મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તુષ્ટિ પ્રાપ્ત કરે છે.
શ્લોક 12 અને 13
અર્જુન ઉવાચ |
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ |
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ||૧૦-૧૨||
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા |
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ||૧૦-૧૩||
અનુવાદ
અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો.
શ્લોક 16
વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ |
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ||૧૦-૧૬||
અનુવાદ
જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું?
શ્લોક 26 અને 27
અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ |
ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ||૧૦-૨૬||
ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ |
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ||૧૦-૨૭||
અનુવાદ
અશ્વોમાં મને ઉચ્ચૈ: શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું.
શ્લોક 28 અને 29
આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ |
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ||૧૦-૨૮||
અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ |
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ||૧૦-૨૯||
અનુવાદ
હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.