વિભૂતિયોગ - શ્લોક શ્લોક 28 અને 29
શ્લોક 28 અને 29
આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ |
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ||૧૦-૨૮||
અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ |
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ||૧૦-૨૯||
અનુવાદ
હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું.