ધ્યાનયોગ
અથ ષષ્ઠોઽધ્યાયઃ
શ્લોક 1
શ્રીભગવાનુવાચ |
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ |
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ ||૬-૧||
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે, તેઓ વાસ્તવિક સંન્યાસી (વૈરાગી) અને યોગી છે; નહિ કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે.
શ્લોક 7 અને 8
જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ |
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ||૬-૭||
જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ |
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ||૬-૮||
અનુવાદ
યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે.
શ્લોક 9
સુહૃન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થદ્વેષ્યબન્ધુષુ |
સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે ||૬-૯||
અનુવાદ
યોગી કે જે જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તૃપ્ત થયેલા છે; અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે. તેઓ સર્વ પદાર્થો — ધૂળ, પથરા, અને સુવર્ણને એકસમાન જોવે છે.
શ્લોક 10
યોગી યુઞ્જીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ |
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ ||૬-૧૦||
અનુવાદ
યોગીઓ સર્વને—શુભેચ્છકો, મિત્રો, શત્રુઓ, પવિત્ર લોકો અને પાપીઓને—નિષ્પક્ષ બુદ્ધિથી જોવે છે. તે યોગી કે જે મિત્ર, સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે, તેને મનુષ્યોમાં વિશિષ્ટ ગણવામાં આવે છે.
શ્લોક 11 અને 12
શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ |
નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્ ||૬-૧૧||
તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ |
ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે ||૬-૧૨||
અનુવાદ
જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે, તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ, નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ, ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ.
શ્લોક 13 અને 14
સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ |
સમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્ ||૬-૧૩||
પ્રશાન્તાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ |
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ ||૬-૧૪||
અનુવાદ
યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ.
શ્લોક 15
યુઞ્જન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ |
શાન્તિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ ||૬-૧૫||
અનુવાદ
તેના પર દૃઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને, મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખનાં હલન ચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ.
શ્લોક 20, 21, 22, 23
યત્રોપરમતે ચિત્તં નિરુદ્ધં યોગસેવયા |
યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ ||૬-૨૦||
સુખમાત્યન્તિકં યત્તદ્ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્ |
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ ||૬-૨૧||
યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ |
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ||૬-૨૨||
તં વિદ્યાદ્ દુઃખસંયોગવિયોગં યોગસંજ્ઞિતમ્ |
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોઽનિર્વિણ્ણચેતસા ||૬-૨૩||
અનુવાદ
પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે.
શ્લોક 24 અને 25
સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ |
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ ||૬-૨૪||
શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા |
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્ ||૬-૨૫||
અનુવાદ
જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે.
શ્લોક 30
યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ |
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ ||૬-૩૦||
અનુવાદ
સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક, બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતીતિ સાથે, મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈપણ ચિંતન કરશે નહીં.
શ્લોક 33
અર્જુન ઉવાચ |
યોઽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન |
એતસ્યાહં ન પશ્યામિ ચઞ્ચલત્વાત્સ્થિતિં સ્થિરામ્ ||૬-૩૩||
અનુવાદ
આત્મસંયમી યોગી, આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે.
શ્લોક 40
શ્રીભગવાનુવાચ |
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે |
ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ ||૬-૪૦||
અનુવાદ
શ્રી કૃષ્ણ બોલ્યા: હે મહાબાહુ કુંતીપુત્ર! તું જે કહે છે તે સત્ય છે; મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
શ્લોક 41
પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ |
શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે ||૬-૪૧||
અનુવાદ
જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે. પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે તે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે.
શ્લોક 42
અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ |
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ||૬-૪૨||
અનુવાદ
અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનું આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે?
શ્લોક 43
તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ |
યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ||૬-૪૩||
અનુવાદ
હે મહાબાહુ શ્રીકૃષ્ણ! શું યોગના માર્ગેથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્નભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો નથી?
શ્લોક 45
પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ |
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ||૬-૪૫||
અનુવાદ
ભગવાને કહ્યું: હે પાર્થ! જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. મારા પ્રિય મિત્ર! જે ભગવદ્-પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, તેની કદાપિ અધોગતિ થતી નથી.
શ્લોક 46
તપસ્વિભ્યોઽધિકો યોગી જ્ઞાનિભ્યોઽપિ મતોઽધિકઃ |
કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન ||૬-૪૬||
અનુવાદ
અસફળ યોગી, મૃત્યુ પશ્ચાત્, અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે. ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુન: પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે. અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે. આ જગતમાં આવો જન્મ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.