જ્ઞાનવિજ્ઞાનયોગ
અથ સપ્તમોઽધ્યાય
શ્લોક 1
શ્રીભગવાનુવાચ |
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ |
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ||૭-૧||
અનુવાદ
પૂર્ણ પરમેશ્વર ભગવાને કહ્યું: હે અર્જુન! હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિઃસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ.
શ્લોક 15
ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ |
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ||૭-૧૫||
અનુવાદ
ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી—તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે, તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે.
શ્લોક 18
ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ |
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ||૭-૧૮||
અનુવાદ
વાસ્તવમાં, એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિઃસંદેહ ઉદાર મનવાળા છે. પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છે.
શ્લોક 20
કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ |
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ||૭-૨૦||
અનુવાદ
જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે.
શ્લોક 30
સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ |
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ||૭-૩૦||
અનુવાદ
જેઓ મને અધિભૂત (માયાનું ક્ષેત્ર) અને અધિદૈવ (સ્વર્ગીય દેવો) તેમજ અધિયજ્ઞ (સર્વ યજ્ઞ-કાર્યના સ્વામી)નાં સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.