જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 19
શ્લોક 19
બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે |
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ||૭-૧૯||
અનુવાદ
અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત્ જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વેસર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે.