જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ |
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ||૭-૫||
અનુવાદ
આવી ગૌણ મારી અપરા શક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી, હે મહાભુજાઓવાળા અર્જુન, મારી પરા શક્તિ છે. આ જીવશક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે.