જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 14
શ્લોક 14
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા |
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ||૭-૧૪||
અનુવાદ
મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિનાં ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે.”