કર્મયોગ
અથ તૃતીયોઽધ્યાયઃ
શ્લોક 1
અર્જુન ઉવાચ |
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન |
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૩-૧||
અનુવાદ
અર્જુને કહ્યું: હે જનાર્દન! જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી બુદ્ધિ વિહ્વળ થઈ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિતપણે મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય.
શ્લોક 2
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે |
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૩-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: હે નિષ્પાપ અર્જુન! મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન-પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે: જ્ઞાનયોગ, જે લોકોની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મયોગ, જે લોકોની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે.
શ્લોક 8
નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ |
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ||૩-૮||
અનુવાદ
કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા, આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી, હે કુંતીપુત્ર! ભગવાનની પ્રસન્નતા અર્થે, ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર.
શ્લોક 11
દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ |
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ ||૩-૧૧||
અનુવાદ
યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે, તેઓ નિ: શંક ચોર છે.
શ્લોક 12
ઇષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ |
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભુઙ્ક્તે સ્તેન એવ સઃ ||૩-૧૨||
અનુવાદ
આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતાં ભક્તો, પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે, તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો, જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ નિ: શંક પાપ જ ખાય છે.
શ્લોક 15
કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ્ |
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ ||૩-૧૫||
અનુવાદ
હે પાર્થ! વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્ત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ-પ્રમાદ માટે જીવે છે; વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે.
શ્લોક 17
યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ |
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ||૩-૧૭||
અનુવાદ
આવા આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમનાં કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થપૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે.
શ્લોક 19
તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર |
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પૂરુષઃ ||૩-૧૯||
અનુવાદ
રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમનાં નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વનાં કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે.
શ્લોક 23
યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ |
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ||૩-૨૩||
અનુવાદ
જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમનાં કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી! વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવાં જોઈએ.
શ્લોક 24
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ |
સઙ્કરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ ||૩-૨૪||
અનુવાદ
વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં. પરંતુ, પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને, તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ.
શ્લોક 26
ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસઙ્ગિનામ્ |
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન્ ||૩-૨૬||
અનુવાદ
હે મહાબાહુ અર્જુન! જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે, તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે, કેવળ ગુણો (મન અને ઇન્દ્રિયના રૂપમાં) ગુણો (ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં)ની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી.
શ્લોક 27
પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ |
અહઙ્કારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ||૩-૨૭||
અનુવાદ
જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે, તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે. પરંતુ, જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં.
શ્લોક 33
સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ |
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ||૩-૩૩||
અનુવાદ
પોતાના નિયત કરેલાં કર્તવ્યોનું પાલન, ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલાં કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે. વાસ્તવમાં, પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.