કર્મયોગ - શ્લોક શ્લોક 1
શ્લોક 1
અર્જુન ઉવાચ |
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન |
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૩-૧||
અનુવાદ
અર્જુને કહ્યું: હે જનાર્દન! જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી બુદ્ધિ વિહ્વળ થઈ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિતપણે મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય.