અક્ષરબ્રહ્મયોગ
અથ અષ્ટમોઽધ્યાયઃ
શ્લોક 1
અર્જુન ઉવાચ |
કિં તદ્ બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ |
અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ||૮-૧||
અનુવાદ
અર્જુને કહ્યું: હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? અને કર્મ એટલે શું? અધિભૂત શેને કહેવાય છે અને અધિદૈવ કોને કહેવાય છે? શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે? હે કૃષ્ણ! દૃઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે?
શ્લોક 2
અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન |
પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ||૮-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: પરમ અવિનાશી તત્ત્વને બ્રહ્મ કહેવામાં આવે છે; પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે.
શ્લોક 3
શ્રીભગવાનુવાચ |
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે |
ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ ||૮-૩||
અનુવાદ
હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ, ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે; ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદૈવ કહેવામાં આવે છે; પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોનાં સ્વામી કહેવામાં આવે છે.
શ્લોક 8
અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના |
પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્ ||૮-૮||
અનુવાદ
ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે; તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે. જે મૃત્યુ સમયે, યોગની સાધના દ્વારા અવિચલિત મનથી, બન્ને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દૃઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે, તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે.
શ્લોક 9 અને 10
કવિં પુરાણમનુશાસિતાર-
મણોરણીયંસમનુસ્મરેદ્યઃ |
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપ-
માદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ ||૮-૯||
પ્રયાણકાલે મનસાઽચલેન
ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ |
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્
સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ||૮-૧૦||
અનુવાદ
વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે; મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે. હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ.
શ્લોક 11
યદક્ષરં વેદવિદો વદન્તિ
વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ |
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ
તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ||૮-૧૧||
અનુવાદ
સર્વ દ્વારોને સંયમમાં રાખીને, મનને હૃદયનાં ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને, વ્યક્તિએ દૃઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ.
શ્લોક 12 અને 13
સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ |
મૂધ્ન્યાર્ધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ||૮-૧૨||
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ |
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્ ||૮-૧૩||
અનુવાદ
જે મારું, પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમ (ॐ)નું રટણ કરે છે, તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે.
શ્લોક 17
સહસ્રયુગપર્યન્તમહર્યદ્ બ્રહ્મણો વિદુઃ |
રાત્રિં યુગસહસ્રાન્તાં તેઽહોરાત્રવિદો જનાઃ ||૮-૧૭||
અનુવાદ
બ્રહ્માનો એક દિવસ (કલ્પ) ચાર યુગો(મહા યુગ)ના સહસ્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયકાળની હોય છે. જે વિદ્વાન આ જાણે છે, તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે.
શ્લોક 23
યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિં ચૈવ યોગિનઃ |
પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ ||૮-૨૩||
અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ. જેમાંનો એક મુક્તિ તરફ લઇ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઇ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન, શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમ ધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનનાં છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં, ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે, તેઓ સ્વર્ગ લોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુન: પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને—પ્રકાશ અને અંધકાર—નાં માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે.
શ્લોક 25
ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ |
તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ||૮-૨૫||
અનુવાદ
જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના, વેદાધ્યયનના, યજ્ઞો કરવાના, તપશ્ચર્યા કરવાના, અને દાન દેવાના પુણ્યફળથી અનેકગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમ ધામ પામે છે.
શ્લોક 28
વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ
દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ |
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા
યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ||૮-૨૮||
અનુવાદ
।।8. 28।।યોગી પુરુષ આ બધું (બંને માર્ગોના તત્ત્વને) જાણીને વેદાધ્યયન, યજ્ઞ, તપ અને દાન કરવામાં જે પુણ્યફળ કહેવામાં આવ્યું છે, તે બધાનું ઉલ્લંઘન કરી જાય છે અને આદ્ય (સનાતન), પરમ સ્થાનને પ્રાપ્ત થાય છે.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.