અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 16
શ્લોક 16
આબ્રહ્મભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન |
મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ||૮-૧૬||
અનુવાદ
હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વ લોકમાં તું પુનર્જન્મને પામીશ. પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કૌન્તેય, કદાપિ પુન: જન્મ થતો નથી.