ગુણત્રયવિભાગયોગ
અથ ચતુર્દશોઽધ્યાય
શ્લોક 3
મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ |
સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ||૧૪-૩||
અનુવાદ
સમગ્ર ભૌતિક પદાર્થ, પ્રકૃતિ, એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતીપુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ-પ્રદાતા પિતા છું.
શ્લોક 5
સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસમ્ભવાઃ |
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્ ||૧૪-૫||
અનુવાદ
આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.
શ્લોક 9
સત્ત્વં સુખે સઞ્જયતિ રજઃ કર્મણિ ભારત |
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સઞ્જયત્યુત ||૧૪-૯||
અનુવાદ
હે ભરતપુત્ર, કેટલીક વાર સારાઈ (સત્ત્વ), આવેશ (રજસ) અને અજ્ઞાન (તમસ) પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર આવેશ (રજસ), ભલાઈ (સત્ત્વ) અને અજ્ઞાન (તમસ) પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન (તમસ), ભલાઈ (સત્ત્વ) અને આવેશ (રજસ) પર હાવી થઈ જાય છે.
શ્લોક 10
રજસ્તમશ્ચાભિભૂય સત્ત્વં ભવતિ ભારત |
રજઃ સત્ત્વં તમશ્ચૈવ તમઃ સત્ત્વં રજસ્તથા ||૧૪-૧૦||
અનુવાદ
જયારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્ત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા, અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની, અને મોહ—આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે.
શ્લોક 11
સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે |
જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ||૧૪-૧૧||
અનુવાદ
જે લોકો સત્ત્વ ગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે, તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક (જે રજસ અને તમસથી મુક્ત છે)માં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, જયારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ પશુ યોનિમાં જન્મ લે છે.
શ્લોક 18
ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ |
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ||૧૪-૧૮||
અનુવાદ
ભગવાને કહ્યું: હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ (જે સત્ત્વમાંથી ઉદય પામે છે), ન તો પ્રવૃત્તિ (રજસથી ઉત્પન્ન), ન તો મોહ (તમસથી ઉત્પન્ન) પ્રત્યે ન તો તેમની અત્યાધિક ઉપસ્થિતિમાં ઘૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન (તટસ્થ) રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે, એમ જાણીને તેઓ વિહ્વળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે.
શ્લોક 19
નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ |
ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ ||૧૪-૧૯||
અનુવાદ
જે સુખ અને દુઃખમાં સમાન હોય છે; જે સ્વમાં સ્થિત હોય છે; જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે; જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે; જે ધીર છે; જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે; જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે—તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે.
શ્લોક 22, 23, 24, 25
શ્રીભગવાનુવાચ |
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ |
ન દ્વેષ્ટિ સમ્પ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ ||૧૪-૨૨||
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે |
ગુણા વર્તન્ત ઇત્યેવં યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે ||૧૪-૨૩||
સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ |
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ||૧૪-૨૪||
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ |
સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ||૧૪-૨૫||
અનુવાદ
।।૧૪. ૨૨।।શ્રીભગવાને કહ્યું - હે પાંડવ! (જ્ઞાની પુરુષ) પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રવૃત્ત થવા છતાં તેમનો દ્વેષ કરતો નથી તથા નિવૃત્ત થવા પર તેમની આકાંક્ષા કરતો નથી. ।।૧૪. ૨૩।।જે ઉદાસીન સમાન આસીન થઈ ગુણો દ્વારા વિચલિત થતો નથી અને "ગુણો જ વર્તે છે" એમ જાણીને સ્થિત રહે છે અને તે સ્થિતિથી વિચલિત થતો નથી. ।।૧૪. ૨૪।।જે સ્વસ્થ (સ્વરૂપમાં સ્થિત), સુખ-દુઃખમાં સમાન રહે છે તથા માટી, પથ્થર અને સોનામાં સમદૃષ્ટિ રાખે છે; એવો વીર પુરુષ પ્રિય અને અપ્રિયને તથા નિંદા અને આત્મસ્તુતિને તુલ્ય સમજે છે. ।।૧૪. ૨૫।।જે માન અને અપમાનમાં સમાન છે; શત્રુ અને મિત્રના પક્ષમાં પણ સમાન છે, એવો સર્વ આરંભનો ત્યાગ કરનારો પુરુષ ગુણાતીત કહેવાય છે.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.