અધ્યાય 11

વિશ્વરૂપદર્શનયોગ

અથૈકાદશોઽધ્યાયઃ

55 વિભાગો
વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 1

અર્જુન ઉવાચ |

મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતમ્ |

યત્ત્વયોક્તં વચસ્તેન મોહોઽયં વિગતો મમ ||૧૧-૧||

અર્જુન ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: મારા પરના અનુગ્રહ વશાત્ આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 2

ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા |

ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્ ||૧૧-૨||

અનુવાદ

હે કમળ નયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યો છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 3

એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર |

દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ ||૧૧-૩||

અનુવાદ

હે પરમેશ્વર! આપ વાસ્તવમાં એ જ છો જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે. હે પુરુષોત્તમ! હવે, હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 4

મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો |

યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્ ||૧૧-૪||

અનુવાદ

હે યોગિક શક્તિઓના પરમેશ્વર! જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું, તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રગટ કરવાની કૃપા કરો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 5

શ્રીભગવાનુવાચ |

પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ |

નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ||૧૧-૫||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

ભગવાને કહ્યું: હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણોયુક્ત મારાં સેંકડો અને સહસ્રો અદ્ભુત સ્વરૂપો જો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 6

પશ્યાદિત્યાન્વસૂન્રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા |

બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ||૧૧-૬||

અનુવાદ

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના (બાર) પુત્રો, (આઠ) વસુઓ, (અગિયાર) રુદ્રો, (બે) અશ્વિનીકુમારો તેમજ (ઓગણચાળીસ) મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને જો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 7

ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્ |

મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્ દ્રષ્ટુમિચ્છસિ ||૧૧-૭||

અનુવાદ

હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વ ચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો. તેનાથી અતિરિક્ત કંઈપણ તું જોવા ઈચ્છે, તે સર્વ મારા વિશ્વરૂપમાં જો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 8

ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા |

દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ||૧૧-૮||

અનુવાદ

પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી, હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય જો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 9

સઞ્જય ઉવાચ |

એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ |

દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્ ||૧૧-૯||

સંજય ઉવાચ

અનુવાદ

સંજયે કહ્યું: હે રાજા, આમ બોલીને, યોગના પરમેશ્વર શ્રીકૃષ્ણે તેમનાં દિવ્ય અને ઐશ્વર્ય યુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યાં.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 10 અને 11

અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્ |

અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્ ||૧૧-૧૦||

દિવ્યમાલ્યામ્બરધરં દિવ્યગન્ધાનુલેપનમ્ |

સર્વાશ્ચર્યમયં દેવમનન્તં વિશ્વતોમુખમ્ ||૧૧-૧૧||

અનુવાદ

તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોનાં દર્શન કર્યાં, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમનાં શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતાં અને તેઓ અનેક મધુર-સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતાં.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 12

દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા |

યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ ||૧૧-૧૨||

અનુવાદ

જો સહસ્ર સૂર્યો એક જ સમયે એકસાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહા સ્વરૂપના તેજની સમાનતા કરી શકે એમ નથી.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 13

તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા |

અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા ||૧૧-૧૩||

અનુવાદ

ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એકસાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 14

તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ |

પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત ||૧૧-૧૪||

અનુવાદ

પશ્ચાત્ આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેનાં રૂંવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને, શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 15

અર્જુન ઉવાચ |

પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે

સર્વાંસ્તથા ભૂતવિશેષસઙ્ઘાન્ |

બ્રહ્માણમીશં કમલાસનસ્થ-

મૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્ ||૧૧-૧૫||

અર્જુન ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોનાં સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું; હું ભગવાન શિવજીને, સર્વ ઋષિમુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 16

અનેકબાહૂદરવક્ત્રનેત્રં

પશ્યામિ ત્વાં સર્વતોઽનન્તરૂપમ્ |

નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં

પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ ||૧૧-૧૬||

અનુવાદ

હે જગન્નાથ! હે વિશ્વેશ્વર! હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપનાં અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 17

કિરીટિનં ગદિનં ચક્રિણં ચ

તેજોરાશિં સર્વતો દીપ્તિમન્તમ્ |

પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમન્તાદ્

દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્ ||૧૧-૧૭||

અનુવાદ

અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ, તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપનાં સ્વરૂપના હું દર્શન કરું છું. આપનાં અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 18

ત્વમક્ષરં પરમં વેદિતવ્યં

ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ |

ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા

સનાતનસ્ત્વં પુરુષો મતો મે ||૧૧-૧૮||

અનુવાદ

હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનનો આધાર છો; આપ સનાતન ધર્મનાં શાશ્વત રક્ષક છો તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 19

અનાદિમધ્યાન્તમનન્તવીર્ય-

મનન્તબાહું શશિસૂર્યનેત્રમ્ |

પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રં

સ્વતેજસા વિશ્વમિદં તપન્તમ્ ||૧૧-૧૯||

અનુવાદ

આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો; આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે; સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 20

દ્યાવાપૃથિવ્યોરિદમન્તરં હિ

વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ |

દૃષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં

લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન્ ||૧૧-૨૦||

અનુવાદ

સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાંપતો જોઉં છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 21

અમી હિ ત્વાં સુરસઙ્ઘા વિશન્તિ

કેચિદ્ભીતાઃ પ્રાઞ્જલયો ગૃણન્તિ |

સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસઙ્ઘાઃ

સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ ||૧૧-૨૧||

અનુવાદ

સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 22

રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા

વિશ્વેઽશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ |

ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસઙ્ઘા

વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે ||૧૧-૨૨||

અનુવાદ

રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરૂતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 23

રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં

મહાબાહો બહુબાહૂરુપાદમ્ |

બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં

દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્ ||૧૧-૨૩||

અનુવાદ

હે સર્વશક્તિમાન ભગવાન, આપનાં આ અનેક મુખ, નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપને જોઈને સર્વ લોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 24

નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં

વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્ |

દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા

ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો ||૧૧-૨૪||

અનુવાદ

હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી, અનેક વર્ણોથી જ્યોતિર્મય, વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાંપી રહ્યું છે. મેં મારી સમગ્ર દૃઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 25

દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ

દૃષ્ટ્વૈવ કાલાનલસન્નિભાનિ |

દિશો ન જાને ન લભે ચ શર્મ

પ્રસીદ દેવેશ જગન્નિવાસ ||૧૧-૨૫||

અનુવાદ

આપના પ્રલયાગ્નિ સમા મુખોને અને વિકરાળ દાંતોને જોઈને, હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે. હે દેવાધિદેવ! આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો; કૃપા કરીને મારા પર દયા કરો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 26 અને 27

અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ

સર્વે સહૈવાવનિપાલસઙ્ઘૈઃ |

ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસૌ

સહાસ્મદીયૈરપિ યોધમુખ્યૈઃ ||૧૧-૨૬||

વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ

દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ |

કેચિદ્વિલગ્ના દશનાન્તરેષુ

સન્દૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાઙ્ગૈઃ ||૧૧-૨૭||

અનુવાદ

હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત, ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતાં જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતા હું જોઉં છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 28

યથા નદીનાં બહવોઽમ્બુવેગાઃ

સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ |

તથા તવામી નરલોકવીરા

વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ ||૧૧-૨૮||

અનુવાદ

જે પ્રમાણે નદીનાં અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયાં તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ધસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 29

યથા પ્રદીપ્તં જ્વલનં પતઙ્ગા

વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ |

તથૈવ નાશાય વિશન્તિ લોકાસ્-

તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ ||૧૧-૨૯||

અનુવાદ

આપની જ્વલંત જિહ્વાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓનાં સમુદાયોને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને ભક્ષી રહ્યા છો. હે વિષ્ણુ! આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજનાં પ્રચંડ સર્વ-વ્યાપ્ત કિરણોથી દઝાડી રહ્યા છો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 30

લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તાલ્-

લોકાન્સમગ્રાન્વદનૈર્જ્વલદ્ભિઃ |

તેજોભિરાપૂર્ય જગત્સમગ્રં

ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો ||૧૧-૩૦||

અનુવાદ

આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. હે દેવોના ભગવાન! હું આપને નમન કરું છું; કૃપા કરીને મારા પર આપની કરુણા વર્ષા કરો. આપ, જેઓ સર્વ સર્જનથી પૂર્વે પણ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 31

આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો

નમોઽસ્તુ તે દેવવર પ્રસીદ |

વિજ્ઞાતુમિચ્છામિ ભવન્તમાદ્યં

ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્ ||૧૧-૩૧||

અનુવાદ

ભગવાને કહ્યું: હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વોનો નાશ કરવા આવે છે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 32

શ્રીભગવાનુવાચ |

કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો

લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ |

ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે

યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ||૧૧-૩૨||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

તેથી, ઊઠ અને કીર્તિ પ્રાપ્ત કર! તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સવ્યસાચી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 33

તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ

જિત્વા શત્રૂન્ ભુઙ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્ |

મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ

નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ||૧૧-૩૩||

અનુવાદ

દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર. કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 34

દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ

કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્ |

મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા

યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્ ||૧૧-૩૪||

અનુવાદ

સંજયે કહ્યું: કેશવનાં આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને, શ્રીકૃષ્ણને નત મસ્તક થઈને ભયયુક્ત ભાવનાઓથી ગદ્દ-ગદ્દ કંઠે આ પ્રમાણે કહ્યું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 35

સઞ્જય ઉવાચ |

એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય

કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી |

નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં

સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય ||૧૧-૩૫||

સંજય ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમાગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરક્ત થાય છે, અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતોનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે, તે ઉચિત જ છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 36

અર્જુન ઉવાચ |

સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા

જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ |

રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ

સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસઙ્ઘાઃ ||૧૧-૩૬||

અર્જુન ઉવાચ

અનુવાદ

હે મહાત્મા, જે બ્રહ્મા આદિ સ્રષ્ટાથી પણ મહાન છે, તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અંનત, હે દેવતાઓનાં ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 37

કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્

ગરીયસે બ્રહ્મણોઽપ્યાદિકર્ત્રે |

અનન્ત દેવેશ જગન્નિવાસ

ત્વમક્ષરં સદસત્તત્પરં યત્ ||૧૧-૩૭||

અનુવાદ

આપ આદ્ય પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો; આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા તથા સર્વજ્ઞેય બંને છો; આપ પરમ ધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા! એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 38

ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણસ્-

ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ |

વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ

ત્વયા તતં વિશ્વમનન્તરૂપ ||૧૧-૩૮||

અનુવાદ

આપ વાયુ (વાયુદેવ), યમરાજ (મૃત્યુના દેવ), અગ્નિ (અગ્નિના દેવ), વરુણ (જળના દેવ) તથા ચંદ્ર (ચંદ્રદેવ) છો. આપ સર્જક બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પુન: પુન: સહસ્ર નમસ્કાર કરું છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 39

વાયુર્યમોઽગ્નિર્વરુણઃ શશાઙ્કઃ

પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ |

નમો નમસ્તેઽસ્તુ સહસ્રકૃત્વઃ

પુનશ્ચ ભૂયોઽપિ નમો નમસ્તે ||૧૧-૩૯||

અનુવાદ

હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે; આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છે તથા સર્વમાં વ્યાપ્ત છો અને અત: આપ બધું જ છો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 40

નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે

નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ |

અનન્તવીર્યામિતવિક્રમસ્ત્વં

સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ ||૧૧-૪૦||

અનુવાદ

આપને મારા મિત્ર માનીને, મેં આપને ‘હે કૃષ્ણ’, ‘હે યાદવ’, ‘હે મારા પ્રિય મિત્ર’ કહીને સંબોધ્યાં છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને, લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો, મૂર્ખામીથી મેં વિનોદમાં, વિશ્રામ સમયે, સાથે બેઠા હોઈએ ત્યારે, ભોજન સમયે, એકાંતમાં, અથવા અન્યની સમક્ષ આપનો અનાદર કર્યો છે તો તે સર્વ અપરાધો માટે હું આપનો ક્ષમાપ્રાર્થી છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 41 અને 42

સખેતિ મત્વા પ્રસભં યદુક્તં

હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ |

અજાનતા મહિમાનં તવેદં

મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ||૧૧-૪૧||

યચ્ચાવહાસાર્થમસત્કૃતોઽસિ

વિહારશય્યાસનભોજનેષુ |

એકોઽથવાપ્યચ્યુત તત્સમક્ષં

તત્ક્ષામયે ત્વામહમપ્રમેયમ્ ||૧૧-૪૨||

અનુવાદ

આપ સંપૂર્ણ બ્રહ્માંડના, ચર તથા અચર સર્વના પિતા છો. આપ સર્વોચિત પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓનાં સ્વામી! જયારે ત્રણેય લોકોમાં આપની સમકક્ષ કોઈ નથી, તો આપથી મહાન તો કોણ હોય?

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 43

પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય

ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ |

ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો

લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ||૧૧-૪૩||

અનુવાદ

તેથી, હે પૂજનીય પ્રભુ! પૂર્ણ રીતે નત મસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 44

તસ્માત્પ્રણમ્ય પ્રણિધાય કાયં

પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ્ |

પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ

પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ્ ||૧૧-૪૪||

અનુવાદ

મેં પહેલાં કદાપિ ન જોયેલા આપનાં વિશ્વરૂપનાં દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું. અને છતાં, મારું મન ભયથી વિચલિત છે. હે દેવોનાં સ્વામી! હે બ્રહ્માંડોનું ધામ! કૃપા કરીને મારા પર દયા કરો અને પુન: મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 45

અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા

ભયેન ચ પ્રવ્યથિતં મનો મે |

તદેવ મે દર્શય દેવ રૂપં

પ્રસીદ દેવેશ જગન્નિવાસ ||૧૧-૪૫||

અનુવાદ

હે સહસ્ર હાથોવાળા! યદ્યપિ આપ સર્વ સર્જનનાં મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 46

કિરીટિનં ગદિનં ચક્રહસ્તં

ઇચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ |

તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન

સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે ||૧૧-૪૬||

અનુવાદ

પરમાનંદ ભગવાને કહ્યું: અર્જુન, તારા પર પ્રસન્ન થઈને, મારી યોગમાયા શક્તિથી મેં મારા દૈદીપ્યમાન, અનંત અને આદ્ય વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 47

શ્રીભગવાનુવાચ |

મયા પ્રસન્નેન તવાર્જુનેદં

રૂપં પરં દર્શિતમાત્મયોગાત્ |

તેજોમયં વિશ્વમનન્તમાદ્યં

યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્ ||૧૧-૪૭||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપશ્ચર્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપિ જોયું નથી, જે તે જોયું છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 48

ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈર્-

ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ |

એવંરૂપઃ શક્ય અહં નૃલોકે

દ્રષ્ટું ત્વદન્યેન કુરુપ્રવીર ||૧૧-૪૮||

અનુવાદ

તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુન: મને મારા સાકાર સ્વરૂપમાં જો.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 49

મા તે વ્યથા મા ચ વિમૂઢભાવો

દૃષ્ટ્વા રૂપં ઘોરમીદૃઙ્મમેદમ્ |

વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુનસ્ત્વં

તદેવ મે રૂપમિદં પ્રપશ્ય ||૧૧-૪૯||

અનુવાદ

સંજયે કહ્યું: આ પ્રમાણે બોલીને, વાસુદેવના કરુણાનિધાન પુત્રે પુન: તેમનું અંગત (ચતુર્ભુજ) સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત્, તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુન: તેમનું સૌમ્ય (દ્વિભુજ) સ્વરૂપ ધારણ કર્યું.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 50

સઞ્જય ઉવાચ |

ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા

સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ |

આશ્વાસયામાસ ચ ભીતમેનં

ભૂત્વા પુનઃ સૌમ્યવપુર્મહાત્મા ||૧૧-૫૦||

સંજય ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ, આપનું સૌમ્ય (દ્વિભુજ) રૂપ જોઈને મેં મારી સ્વસ્થતા પુન: પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુન: સ્થાપિત થયું છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 51

અર્જુન ઉવાચ |

દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન |

ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ||૧૧-૫૧||

અર્જુન ઉવાચ

અનુવાદ

ભગવાને કહ્યું: તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેનાં દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગનાં દેવતાઓ પણ તેનાં દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોનાં અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ-હવનથી પણ જોઈ શકાય છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 52

શ્રીભગવાનુવાચ |

સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ |

દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાઙ્ક્ષિણઃ ||૧૧-૫૨||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે, મારી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરીને, હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 53

નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા |

શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા ||૧૧-૫૩||

અનુવાદ

જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિત પણે મને પામે છે.

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 54

ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન |

જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરન્તપ ||૧૧-૫૪||

અનુવાદ

।।૧૧. ૫૪।।પરંતુ હે પરંતપ અર્જુન! અનન્ય ભક્તિ દ્વારા હું તત્ત્વતઃ 'જાણવા', 'જોવા' અને 'પ્રવેશ કરવા' માટે (એકભાવથી પ્રાપ્ત થવા માટે) પણ, શક્ય છું!

વિશ્વરૂપદર્શનયોગ

શ્લોક 55

મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ |

નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ||૧૧-૫૫||

અનુવાદ

।।11. 55।।હે પાંડવ! જે પુરુષ મારા માટે જ કર્મ કરનારો છે, અને મને જ પરમ લક્ષ્ય માને છે, જે મારો ભક્ત છે તથા સંગરહિત છે, જે સર્વ પ્રાણીઓ પ્રત્યે નિર્વૈર છે, તે મને પામે છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે વિશ્વરૂપદર્શનયોગો નમૈક્કદશોઽધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.