વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 14
શ્લોક 14
તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ |
પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત ||૧૧-૧૪||
અનુવાદ
પશ્ચાત્ આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેનાં રૂંવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને, શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.