અધ્યાય 16

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

અથ ષોડશોઽધ્યાય

24 વિભાગો
દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 1, 2 અને 3

શ્રીભગવાનુવાચ |

અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ |

દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ||૧૬-૧||

અહિંસા સત્યમક્રોધસ્ત્યાગઃ શાન્તિરપૈશુનમ્ |

દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્ ||૧૬-૨||

તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા |

ભવન્તિ સમ્પદં દૈવીમભિજાતસ્ય ભારત ||૧૬-૩||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; હે ભરતપુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દૃઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા તથા સાદાઈ; અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ-દર્શન પ્રત્યે અરુચિ, જીવમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા; તેજ, ક્ષમા, દૃઢતા, આડંબર-રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન-રહિતતા, આ સર્વ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્દગુણો છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ |

અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સમ્પદમાસુરીમ્ ||૧૬-૪||

અનુવાદ

હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન—આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોનાં લક્ષણો છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 5

દૈવી સમ્પદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા |

મા શુચઃ સમ્પદં દૈવીમભિજાતોઽસિ પાણ્ડવ ||૧૬-૫||

અનુવાદ

દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જયારે આસુરી સંપત્તિ બંધનનાં નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેઽસ્મિન્દૈવ આસુર એવ ચ |

દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ ||૧૬-૬||

અનુવાદ

આ જગતમાં બે પ્રકારના જીવો છે—એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે. હે અર્જુન, મેં દૈવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે. હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 7

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જના ન વિદુરાસુરાઃ |

ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે ||૧૬-૭||

અનુવાદ

જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે, તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી, તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ્દઆચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 8

અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્ |

અપરસ્પરસમ્ભૂતં કિમન્યત્કામહૈતુકમ્ ||૧૬-૮||

અનુવાદ

તેઓ કહે છે કે, “જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત (નૈતિક વ્યવસ્થા માટે), ભગવાન રહિત (જેમણે સર્જન કર્યું હોય કે નિયંત્રણ કરતા હોય) છે. તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી.”

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 9

એતાં દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોઽલ્પબુદ્ધયઃ |

પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતોઽહિતાઃ ||૧૬-૯||

અનુવાદ

આવા મંતવ્યોને દૃઢતાથી વળગી રહેનારા, આ દિશાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીરૂપ શત્રુ તરીકે ઉદય પામે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 10

કામમાશ્રિત્ય દુષ્પૂરં દમ્ભમાનમદાન્વિતાઃ |

મોહાદ્ગૃહીત્વાસદ્ગ્રાહાન્પ્રવર્તન્તેઽશુચિવ્રતાઃ ||૧૬-૧૦||

અનુવાદ

અસંતૃપ્ત કામ-વાસનાને આશ્રય આપીને દંભ, અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે. એ પ્રમાણે, ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 11 અને 12

ચિન્તામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ |

કામોપભોગપરમા એતાવદિતિ નિશ્ચિતાઃ ||૧૬-૧૧||

આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ |

ઈહન્તે કામભોગાર્થમન્યાયેનાર્થસઞ્ચયાન્ ||૧૬-૧૨||

અનુવાદ

તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં, તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 13, 14, 15, 16

ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ |

ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ||૧૬-૧૩||

અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ |

ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ||૧૬-૧૪||

આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોઽસ્તિ સદૃશો મયા |

યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ||૧૬-૧૫||

અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ |

પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેઽશુચૌ ||૧૬-૧૬||

અનુવાદ

સેંકડો કામનાઓના બંધનથી જકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્યાયિક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 17

આત્મસમ્ભાવિતાઃ સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ |

યજન્તે નામયજ્ઞૈસ્તે દમ્ભેનાવિધિપૂર્વકમ્ ||૧૬-૧૭||

અનુવાદ

આસુરી વ્યક્તિ વિચારે છે: “મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતી કાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ! હું સ્વયં ભગવાન સમાન છું, હું ભોક્તા છું, હું બળવાન છું, અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો (સ્વર્ગીય દેવતાઓ માટે) કરીશ; હું દાન આપીશ; હું મોજ માણીશ.” આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 18

અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ |

મામાત્મપરદેહેષુ પ્રદ્વિષન્તોઽભ્યસૂયકાઃ ||૧૬-૧૮||

અનુવાદ

આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા, મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 19

તાનહં દ્વિષતઃ ક્રુરાન્સંસારેષુ નરાધમાન્ |

ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ ||૧૬-૧૯||

અનુવાદ

આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે કોઈપણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 20

આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ |

મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્ ||૧૬-૨૦||

અનુવાદ

અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 21

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ |

કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ||૧૬-૨૧||

અનુવાદ

આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને, હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુન: પુન: આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો, ધીમે ધીમે અસ્તિત્ત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 22

એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ |

આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરાં ગતિમ્ ||૧૬-૨૨||

અનુવાદ

કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મ-વિનાશ રૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા ત્રણ દ્વારો છે. તેથી, આ ત્રણેયનો મનુષ્યે ત્યાગ કરવો જોઈએ.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 23

યઃ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ |

ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્ ||૧૬-૨૩||

અનુવાદ

જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત્ પરમ ગતિ પામે છે.

દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્લોક 24

તસ્માચ્છાસ્ત્રં પ્રમાણં તે કાર્યાકાર્યવ્યવસ્થિતૌ |

જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં કર્મ કર્તુમિહાર્હસિ ||૧૬-૨૪||

અનુવાદ

જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે દૈવસુરસંપાદસ્વયૌગો નામ ષોડશોઽધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.