ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ
અથ ત્રયોદશોઽધ્યાયઃ
શ્લોક 1
અર્જુન ઉવાચ |
પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ |
એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ||૧૩-૧||
અનુવાદ
અર્જુને કહ્યું: “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે?
શ્લોક 2
શ્રીભગવાનુવાચ |
ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે |
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ||૧૩-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણનાર) કહેવામાં આવે છે.
શ્લોક 3
ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત |
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ ||૧૩-૩||
અનુવાદ
હે ભારતવંશી, હું સર્વ શરીરનાં કર્મક્ષેત્રોનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે.
શ્લોક 4
તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્ |
સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ ||૧૩-૪||
અનુવાદ
હવે તું મારી પાસેથી આ સર્વ વિષે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે. તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે, એ પણ હું સ્પષ્ટ કરીશ.
શ્લોક 5
ઋષિભિર્બહુધા ગીતં છન્દોભિર્વિવિધૈઃ પૃથક્ |
બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ ||૧૩-૫||
અનુવાદ
મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત: બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે.
શ્લોક 6 અને 7
મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ |
ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ||૧૩-૬||
ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સંઘાતશ્ચેતના ધૃતિઃ |
એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્ ||૧૩-૭||
અનુવાદ
કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્ત્વો, અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્ત્વ, અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને મન) તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે.
શ્લોક 8, 9, 10, 11, 12
અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્ |
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ ||૧૩-૮||
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહંકાર એવ ચ |
જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ||૧૩-૯||
અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ |
નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ||૧૩-૧૦||
મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી |
વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ ||૧૩-૧૧||
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ |
એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ||૧૩-૧૨||
અનુવાદ
ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છા શક્તિ—આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે.
શ્લોક 13
જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે |
અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ||૧૩-૧૩||
અનુવાદ
વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરૂની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દૃઢતા, આત્મસંયમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા; અનાસક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર, વગેરે પ્રતિ મમતાનો અભાવ; જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા; મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા, આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્ત્વિક શોધ—આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છે અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું.
શ્લોક 14
સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ |
સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ||૧૩-૧૪||
અનુવાદ
હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે, તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે, જે અસ્તિત્ત્વ અને અસ્તિત્ત્વહીનથી પર છે.
શ્લોક 15, 16, 17
સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતમ્ |
અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ ||૧૩-૧૫||
બહિરન્તશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ |
સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્ ||૧૩-૧૬||
અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્ |
ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ ||૧૩-૧૭||
અનુવાદ
તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે કારણ કે, તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે.
શ્લોક 18
જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે |
જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ ||૧૩-૧૮||
અનુવાદ
યદ્યપિ તેમને સર્વ ઇન્દ્રિય-વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલનકર્તા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા છે.
શ્લોક 19
ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ |
મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે ||૧૩-૧૯||
અનુવાદ
તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્ત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે.
શ્લોક 20
પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ |
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ||૧૩-૨૦||
અનુવાદ
તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવમાત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોનાં પાલનકર્તા, સંહારક અને સર્જનહાર જાણ.
શ્લોક 21
કાર્યકારણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે |
પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે ||૧૩-૨૧||
અનુવાદ
તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંત: કરણમાં સ્થિત છે.
શ્લોક 22
પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુઙ્ક્તે પ્રકૃતિજાન્ગુણાન્ |
કારણં ગુણસઙ્ગોઽસ્ય સદસદ્યોનિજન્મસુ ||૧૩-૨૨||
અનુવાદ
આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે.
શ્લોક 23
ઉપદ્રષ્ટાનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ |
પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ ||૧૩-૨૩||
અનુવાદ
પ્રકૃતિ (માયા) અને પુરુષ (જીવાત્મા) આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયાં છે.
શ્લોક 24
ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ |
સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે ||૧૩-૨૪||
અનુવાદ
સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે; સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે.
શ્લોક 25
ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના |
અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ||૧૩-૨૫||
અનુવાદ
જયારે પ્રકૃતિ (પ્રાકૃત શક્તિ)માં સ્થિત પુરુષ (જીવાત્મા) ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે, ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેનાં ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે.
શ્લોક 26
અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે |
તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ ||૧૩-૨૬||
અનુવાદ
શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોક્તા, પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે.
શ્લોક 27
યાવત્સઞ્જાયતે કિઞ્ચિત્સત્ત્વં સ્થાવરજઙ્ગમમ્ |
ક્ષેત્રક્ષેત્રજ્ઞસંયોગાત્તદ્વિદ્ધિ ભરતર્ષભ ||૧૩-૨૭||
અનુવાદ
જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે, તે પુન: અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે.
શ્લોક 28
સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્ |
વિનશ્યત્સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ ||૧૩-૨૮||
અનુવાદ
કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંત: કરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જયારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
શ્લોક 29
સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ |
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્ ||૧૩-૨૯||
અનુવાદ
હજી અન્ય એવા લોકો પણ છે, જેઓ આ સાધનાના માર્ગોથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંત-વાણીની શ્રવણ-ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે-ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે.
શ્લોક 30
પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ |
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ||૧૩-૩૦||
અનુવાદ
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્ત્વમાં તું જે કંઈપણ ચર અને અચર જોવે છે, તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ.
શ્લોક 31
યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ |
તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સમ્પદ્યતે તદા ||૧૩-૩૧||
અનુવાદ
જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે.
શ્લોક 32
અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ |
શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ||૧૩-૩૨||
અનુવાદ
જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાનરૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધ: પતન થતું નથી. તેથી, તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે.
શ્લોક 33
યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે |
સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે ||૧૩-૩૩||
અનુવાદ
કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.
શ્લોક 34
યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ |
ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત ||૧૩-૩૪||
અનુવાદ
જયારે તેઓ જીવોના જાત-જાતના વૈવિધ્યને એકસમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.
પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.
આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો
- ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
- સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
- મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
ઊંડા નિમજ્જનનો અનુભવ કરો
નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.