ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ - શ્લોક શ્લોક 2
શ્લોક 2
શ્રીભગવાનુવાચ |
ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે |
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ||૧૩-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણનાર) કહેવામાં આવે છે.