અધ્યાય 1

અર્જુનવિષાદયોગ

અથ પ્રથમોઽધ્યાય

46 વિભાગો
અર્જુનવિષાદયોગ

શ્લોક 1

ધૃતરાષ્ટ્ર ઉવાચ |

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ |

મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સઞ્જય ||૧-૧||

ધૃતરાષ્ટ્ર ઉવાચ

અનુવાદ

ધૃતરાષ્ટ્રે કહ્યું: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?

અર્જુનવિષાદયોગ

શ્લોક 2

સઞ્જય ઉવાચ |

દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા |

આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત્ ||૧-૨||

સંજય ઉવાચ

અનુવાદ

સંજયે કહ્યું: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે કહ્યું.

અર્જુનવિષાદયોગ

શ્લોક 3

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ |

વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ||૧-૩||

અનુવાદ

દુર્યોધને કહ્યું: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 4, 5 અને 6

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ |

યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ||૧-૪||

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ |

પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ ||૧-૫||

યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ |

સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ||૧-૬||

અનુવાદ

પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા, પુરુજિત, કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે. તેમની સેનામાં પરાક્રમી યુધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિતરૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 7

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |

નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૧-૭||

અનુવાદ

હે દ્વિજશ્રેષ્ઠ, આપણી સેનાના નાયકો વિષે પણ સાંભળો, જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે. તેમના વિષે હવે હું તમને વિગતવાર કહું છું.

અર્જુનવિષાદયોગ

શ્લોક 8 અને 9

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિઞ્જયઃ |

અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૧-૮||

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |

નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ ||૧-૯||

અનુવાદ

આ સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે, કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 10

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ |

પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ||૧-૧૦||

અનુવાદ

આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે. તેઓ યુદ્ધવિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 11

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |

ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ||૧-૧૧||

અનુવાદ

આપણું સૈન્યબળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ, જયારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 12

તસ્ય સઞ્જનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ |

સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ||૧-૧૨||

અનુવાદ

આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે, આપ સૌ પોતપોતાના મોરચાનાં સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 13

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ |

સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ||૧-૧૩||

અનુવાદ

તત્પશ્ચાત્ કુરુવંશના મહાપ્રતાપી વયોવૃધ્ધ વડીલ ભીષ્મ પિતામહે, સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 14

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |

માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ||૧-૧૪||

અનુવાદ

તત્પશ્ચાત્ શંખ, નગારાં, શ્રુંગ, તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યાં, જેનો સંયુક્ત વાદ્યઘોષ અત્યંત ઘોંઘાટભર્યો હતો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 15

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ |

પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ||૧-૧૫||

અનુવાદ

તત્પશ્ચાત્ પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા.

અર્જુનવિષાદયોગ

શ્લોક 16

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ |

નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ||૧-૧૬||

અનુવાદ

ભગવાન હૃષીકેશે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિ માનુષી કાર્યો કરનાર અતિ ભોજી ભીમે તેનો પૌણ્ડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 17 અને 18

કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ |

ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ||૧-૧૭||

દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે |

સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્પૃથક્ ||૧-૧૮||

અનુવાદ

હે રાજા, યુધિષ્ઠિરે પોતાનો અનંતવિજય નામનો શંખ ફૂંક્યો; જયારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો, તથા અન્ય જેમકે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂંક્યા.

અર્જુનવિષાદયોગ

શ્લોક 19

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ |

નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલોઽભ્યનુનાદયન્ (or લોવ્યનુ) ||૧-૧૯||

અનુવાદ

હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોનાં હૃદય વિદીર્ણ થઈ ગયા.

અર્જુનવિષાદયોગ

શ્લોક 20

અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્ કપિધ્વજઃ |

પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ |

હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે ||૧-૨૦||

અનુવાદ

તે સમયે, હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો. હે રાજન! આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યાં.

અર્જુનવિષાદયોગ

શ્લોક 21, 22, 23

અર્જુન ઉવાચ |

સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત ||૧-૨૧||

યાવદેતાન્નિરીક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ |

કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ||૧-૨૨||

યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેઽત્ર સમાગતાઃ |

ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ||૧-૨૩||

અર્જુન ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: હે અચ્યુત! કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો, જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહા શસ્ત્રસંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે, તેમને જોઈ શકું.

અર્જુનવિષાદયોગ

શ્લોક 24 અને 25

સઞ્જય ઉવાચ |

એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત |

સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ||૧-૨૪||

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ |

ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ||૧-૨૫||

સંજય ઉવાચ

અનુવાદ

હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે, જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 26

તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ |

આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા ||૧-૨૬||

અનુવાદ

સંજય બોલ્યા—હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત્, શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્યો મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 27

શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ |

તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ ||૧-૨૭||

અનુવાદ

ભીષ્મ, દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણે કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 28, 29, 30, 31

કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ |

અર્જુન ઉવાચ |

દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ||૧-૨૮||

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ |

વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ||૧-૨૯||

ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે |

ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ||૧-૩૦||

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ |

ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ||૧-૩૧||

અર્જુન ઉવાચ

અનુવાદ

બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પિત્રાઈ ભાઈઓ, પુત્રો, ભત્રીજાઓ, પ્રપૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા.

અર્જુનવિષાદયોગ

શ્લોક 32

ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ |

કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ||૧-૩૨||

અનુવાદ

પોતાના સર્વ સગાંસંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન, કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો બોલ્યો.

અર્જુનવિષાદયોગ

શ્લોક 33 અને 34

યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ |

ત ઇમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ||૧-૩૩||

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ |

માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ||૧-૩૪||

અનુવાદ

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારાં સ્વજનોને જોઈને મારા અંગો ધ્રૂજી રહ્યાં છે અને મોઢું સુકાઈ રહ્યું છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 35

એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન |

અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ||૧-૩૫||

અનુવાદ

મારું સમગ્ર શરીર કંપે છે; મારાં રૂંવાડાં ઊભા થઈ ગયાં છે. મારું ધનુષ્ય, ગાંડીવ, મારાં હાથોમાંથી સરકી રહ્યું છે, અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોનાં વંટોળમાં અટવાઈ ગયું છે; હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી. હે કૃષ્ણ! કેશી દૈત્યના સંહારક, હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું. મારાં જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતાં નથી.

અર્જુનવિષાદયોગ

શ્લોક 36

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન |

પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ||૧-૩૬||

અનુવાદ

હે શ્રી કૃષ્ણ! હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એવા રાજ્ય, સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 37

તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ |

સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ||૧-૩૭||

અનુવાદ

ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામાઓ, પૌત્રો, સસરા, પૌત્રો, સાળાઓ, અને અન્ય સગાંસંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે. હે મધુસૂદન! મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો. ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને, પૃથ્વીનું તો શું, પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે?

અર્જુનવિષાદયોગ

શ્લોક 38 અને 39

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ |

કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ||૧-૩૮||

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |

કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન ||૧-૩૯||

અનુવાદ

હે જીવમાત્રના પાલનહાર! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે? યદ્યપિ તેઓ અત્યાચારી છે, છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે. તેથી, અમારા પિતરાઈ ભાઈઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી. હે માધવ (શ્રી કૃષ્ણ)! અમારા પોતાના જ સગાં સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ?

અર્જુનવિષાદયોગ

શ્લોક 40

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ |

ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ||૧-૪૦||

અનુવાદ

તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગાં સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી. છતાં પણ હે જનાર્દન! જયારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ?

અર્જુનવિષાદયોગ

શ્લોક 41

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ |

સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસઙ્કરઃ ||૧-૪૧||

અનુવાદ

જયારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ-પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 42

સઙ્કરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ |

પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ||૧-૪૨||

અનુવાદ

અધર્મની પ્રબળતા સાથે, હે કૃષ્ણ! કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દુષિત થવાથી હે વૃષ્ણીવંશી! અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 43

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ |

ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ||૧-૪૩||

અનુવાદ

આવાં વર્ણસંકર સંતાનોની વૃદ્ધિ, કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિઃસંદેહ નારકીય જીવનમાં પરિણમે છે. પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવાં પતિત કુળોનાં વંચિત પૂર્વજો અધ: પતન પામે છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 44

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન |

નરકે નિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ (or નરકેઽનિયતં) ||૧-૪૪||

અનુવાદ

જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 45

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |

યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ||૧-૪૫||

અનુવાદ

હે જનાર્દન (શ્રી કૃષ્ણ)! મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિતકાળ સુધી નરકમાં નિવાસ કરે છે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 46

યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ |

ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ||૧-૪૬||

અનુવાદ

અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપકર્મ કરવા તત્પર થયા છીએ. રાજસુખ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિ: શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે, તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે.

અર્જુનવિષાદયોગ

શ્લોક 47

સઞ્જય ઉવાચ |

એવમુક્ત્વાર્જુનઃ સઙ્ખ્યે રથોપસ્થ ઉપાવિશત્ |

વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ||૧-૪૭||

સંજય ઉવાચ

અનુવાદ

સંજયે કહ્યું: આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધાં અને રથના આસન પર ફસડાઈ પડ્યો, તેનું મન વ્યથા અને શોકથી સંતપ્ત થઈ ગયું.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે અર્જુનવિષાદયોગો નામ પ્રથમોઽધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.