અર્જુનવિષાદયોગ - શ્લોક શ્લોક 4, 5 અને 6
શ્લોક 4, 5 અને 6
અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ |
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ||૧-૪||
ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ |
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ ||૧-૫||
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ |
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ||૧-૬||
અનુવાદ
પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા, પુરુજિત, કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે. તેમની સેનામાં પરાક્રમી યુધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિતરૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે.