રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 11
શ્લોક 11
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ |
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ||૯-૧૧||
અનુવાદ
જયારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી.