જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
શ્રીભગવાનુવાચ |
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન |
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ ||૪-૫||
અનુવાદ
ભગવાને કહ્યું: હે અર્જુન! તારા અને મારા બંનેનાં અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે, જયારે હે પરંતપ! મને એ સર્વનું સ્મરણ છે.