જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 23
શ્લોક 23
ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ |
યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ||૪-૨૩||
અનુવાદ
આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની (ભગવાનને સમર્પિત કરવાની) ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે.