પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
નિર્માનમોહા જિતસઙ્ગદોષા
અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ |
દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈર્-
ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ||૧૫-૫||
અનુવાદ
જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વન્દ્વોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે.