જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 11
શ્લોક 11
યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ||૪-૧૧||
અનુવાદ
જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ! સર્વ મનુષ્યો જાણતાં કે અજાણતાં મારા જ માર્ગનું અનુસરણ કરે છે.