જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 10
શ્લોક 10
વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ |
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ||૪-૧૦||
અનુવાદ
આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે.