મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 59
શ્લોક 59
યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે |
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ||૧૮-૫૯||
અનુવાદ
જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે “હું લડીશ નહીં”, તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક (ક્ષત્રિય) પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે.