શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 11
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 11
અફલાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે |
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ ||૧૭-૧૧||
અનુવાદ
જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ફળની અપેક્ષા વિના, મનના દૃઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્ત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે.