પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 19
શ્લોક 19
યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ |
સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારત ||૧૫-૧૯||
અનુવાદ
જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે છે.