ભક્તિયોગ - શ્લોક શ્લોક 3 અને 4
શ્લોક 3 અને 4
યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યક્તં પર્યુપાસતે |
સર્વત્રગમચિન્ત્યઞ્ચ કૂટસ્થમચલન્ધ્રુવમ્ ||૧૨-૩||
સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ |
તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ||૧૨-૪||
અનુવાદ
પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોનાં કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે.