ભક્તિયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ |
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ||૧૨-૫||
અનુવાદ
જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ્ અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે.