રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 16
શ્લોક 16
અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ |
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્ ||૯-૧૬||
અનુવાદ
એ હું જ છું, જે વૈદિક કર્મકાંડ છે, હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું; હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું.