રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 15
શ્લોક 15
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે |
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્ ||૯-૧૫||
અનુવાદ
અન્ય મનુષ્યો, જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાંથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે જે તેમનાથી ભિન્ન નથી, જયારે અન્ય મને તેમનાથી પૃથક્ ગણે છે. વળી, કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે.