સાંખ્યયોગ - શ્લોક શ્લોક 15
સાંખ્યયોગ
શ્લોક 15
યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ |
સમદુઃખસુખં ધીરં સોઽમૃતત્વાય કલ્પતે ||૨-૧૫||
અનુવાદ
હે પુરુષ શ્રેષ્ઠ, અર્જુન! જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે.