રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 34
શ્લોક 34
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ |
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ||૯-૩૪||
અનુવાદ
।।9. 34।।મારામાં સ્થિર મનવાળા થાઓ; મારા ભક્ત અને મારા પૂજન કરનારા થાઓ; મને નમસ્કાર કરો; આ પ્રકારે મત્પરાયણ (અર્થાત્ હું જ જેનું પરમ લક્ષ્ય છું તેવા) થઈને આત્માને મારાથી યુક્ત કરીને તમે મને જ પ્રાપ્ત થશો.