સાંખ્યયોગ - શ્લોક શ્લોક 38
શ્લોક 38
સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ |
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ||૨-૩૮||
અનુવાદ
સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધાં પ્રત્યે સમભાવ રાખીને, કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારાં કર્તવ્ય પાલન કરવાથી તને કદાપિ પાપ લાગશે નહીં.