મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 74
શ્લોક 74
સઞ્જય ઉવાચ |
ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ |
સંવાદમિમમશ્રૌષમદ્ભુતં રોમહર્ષણમ્ ||૧૮-૭૪||
અનુવાદ
સંજયે કહ્યું: આ પ્રમાણે, મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારાં રુંવાડા ઉભા થઈ ગયા છે.