પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 15
શ્લોક 15
સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો
મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનઞ્ચ |
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો
વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ ||૧૫-૧૫||
અનુવાદ
હું સર્વ જીવોના અંત: કરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું, હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું.