ભક્તિયોગ - શ્લોક શ્લોક 20
શ્લોક 20
યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે |
શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ ||૧૨-૨૦||
અનુવાદ
જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સમ્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે.