Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 શ્લોક 76
મોક્ષસંન્યાસયોગ · શ્લોક 76
શ્લોક 76
રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ્ |
કેશવાર્જુનયોઃ પુણ્યં હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ ||૧૮-૭૬||
અનુવાદ
હે રાજા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું, તેમ તેમ હું પુન: પુન: હર્ષવિભોર થઈ જાઉં છું.